ગુજરાતભરમાં મેઘરાજા તાંડવ કરી રહ્યાં છે, ત્યારે હજુ આગામી 72 કલાક રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. છોટા ઉદેપુરના બોડેલીમાં અનરાધાર વરસાદે તારાજી સર્જી છે. બોડેલીના સંખ્યાબંધ વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, તો કેટલાક નીચાણવાળા વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે.